|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

ગુરુવાર, 26 જાન્યુઆરી, 2012

બધાજ મિત્રોને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભ કામના !


પ્રથમ જાણીએ કે પ્રજાસત્તાક દિન એટલે શું ?

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેને તેનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.

૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું.
કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું.

અને, રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

પ્રજાસત્તાક એટલે શું ?

જ્યાં પ્રજાના દરેક હિતની સત્તા હોય. જ્યાં પ્રજા સર્વોપરી હોય.જ્યાં પ્રજાના હકોની કાળજી લેવાતી હોય વગેરે વગેરે..જો આવું રાષ્ટ્ર હોય તો તેને પ્રજાસત્તાક કહી શકાય.

આપણે ખરેખર પ્રજાસત્તાક છીએ ખરા ?

આજે ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગેચંગે થશે પરંતુ પ્રજાસત્તાકનું મૂળ હાર્દ ખોવાઈ ગયું હોંય એવું નથી લાગતું? છ દાયકા પછી પ્રજાતંત્ર ક્યાં છે??

ગૃહપ્રધાન કહે છે ત્રાસવાદથી ચેતતા રહેજો, સંરક્ષણ પ્રધાન કહે છે ધૂસણખોરોથી ચેતતા રહેજો, કૃષિ પ્રધાન કહે છે ભાવો વધવાની શક્યતા છે.

નાણાપ્રધાન કહે છે ફુગાવો કાબુમાં લાવો, વિદેશપ્રધાન કહે છે ઓસ્ટ્રેલિયાના પ્રશ્ને અખબારો વાતનું વતેસર કરે છે. એકપણ પ્રધાન પોતાની જવાબદારી સમજતા નથી. હવે કૃષિપ્રધાન કહે છે કે ભાવો વધવા પાછળ વડાપ્રધાન જવાબદાર છે. સામે છેડે વડાપ્રધાન કહે છે કે “મીં ક્યા કરા”?  હું શું કરું ?

પ્રજાના પ્રતિનિધિઓ આક્ષેપોમાં વ્યસ્ત છે. ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન છે પરંતુ અહીં પ્રજા ત્રાસવાદના ડરથી જીવે છે. મોંઘવારીમાં પીસાય છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તા પર આવ્યા પછી કોઈનું સાંભળતા પણ નથી. આમ આદમી તો બિચ્ચારો-બાપડો બનીને જીવે છે. આમ આદમીનો નથી કોઈ વોઈસ કે નથી તેમનો કોઈ મજબૂત પ્રતિનિધિ. યુનિયનો, સંગઠનો, પ્રજાલક્ષી કામો કરતા રાજકીય પક્ષો વગેરે તો ક્યારનાય બંધ થઈ ગયા છે.

શું કરવું પડશે પ્રજાસતાક થવા માટે ?

મારી દ્રષ્ટિએ આ પ્રાણ પ્રશ્ન આપણા સૌનો છે !

આજે આપણે પ્રથમતો એ યાદ કરવું જોઈએ કે આ દેશની આઝાદી માટે કેટ કેટલા ક્રાંતિકારી અને શહીદોએ આ દેશ માટે  કુરબાની આપી છે !

તેનો થોડો પણ વિચાર કરીશું તો એક સાચા ભારતીય તરીકે ખૂન ઉકળી જ જાય !

આપણે કદાચ તે લોકોની જેમ કુરબાની તો નહિ આપી શકીએ પરંતુ શું કોઈ એવો સંકલ્પ ના કરી શકીએ જેથી કઈક પણ સારું થાય !

મારી દ્રષ્ટિએ નીચે પ્રમાણે ના સંકલ્પો પણ કરીશું તો આજનો દિવસ સાર્થક ગણાશે.

આજે વ્યક્તિને સતત એક ડર છે કે દુનિયા ખરાબ થઇ ગઈ છે તેવા સમયે થોડું પણ પોઝીટીવ કામ કરશો તો પણ  ઘણું સકારાત્મક પરિવર્તન આવશે.

ये मत सोचो कि देशने तुम्हारे लिये क्या किया ? ; ये सोचो कि तुमने देशके लिये क्या किया? – ભગત સિંઘ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો