|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

સોમવાર, 16 જાન્યુઆરી, 2012

ઉત્તમ વાતો

Gujarati Jokes 406

2 ટિપ્પણીઓ:

  1. સુવિચાર
    હે ભગવાન !
    જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
    જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
    પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
    નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
    શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
    બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
    આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
    એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
    જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે
    પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.tejash

    જવાબ આપોકાઢી નાખો
  2. તેજશભાઈ.....

    જેમ તમે કહ્યું...
    "જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું."

    તો આના સંદર્ભમાં એક બીજો સુવિચાર છે...
    "ધારેલું કશું ન બને ન ધારેલું બધું જ બને તેનું નામ સંસાર"

    જવાબ આપોકાઢી નાખો