|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

મંગળવાર, 31 જાન્યુઆરી, 2012

સુવિચારો


મને કોઈ ની જરૂરત નથી એમ માને તે ''સ્વાર્થી''

સહુ ને મારી જરૂર છે એમ માને તે ''અભિમાની''

હું કોઈ ને જરૂરી બનું એમ માને તે ''પરોપકારી''

... ... સહુ મારા માટે જરૂરી છે એમ માને તે  ''નમ્ર''

શબ્દોની નાનકડી હેરાફેરીમાં આખો માણસ બદલાઈ જાય છે.!!!

*******

સંજોગો સામે લડતા સીખો.;

આંસુ પીને હસતા સીખો.,

દુનિયા માં રહેવું તો દુનિયા થી ડરો નહિ.

દુનિયા તો એક દરિયો છે આ દરિયા માં તરતા સીખો...!!

આજનો સુવિચાર...!!

સ્થિતપ્રજ્ઞ

આજનો સુવિચાર...!!

સોમવાર, 30 જાન્યુઆરી, 2012

ગુજરાતની કેટલાક મહાન વિભૂતિઓ અને પ્રદેશને અનુરૂપ ઉખાણા



(૧) ગુણ- ગરબા - અને ગૌરવ =========== = ગુજરાતના,
(૨) સત્ય -- અહિંસા - અને સત્યાગ્રહ ========== મહાત્મા ગાંધીજીના,
(૩) એકતા -- અખંડીતતા - અને નીડરતા===== ===સરદાર પટેલના,
(૪) વટ --- વચન -----અને વિશ્વનીયતા ======== વિઠ્ઠલભાઈ પટેલના,
(૫) સંસ્કાર-- સુંદરતા --- અને શિક્ષણ ======= ===સયાજીરાવ ગાયકવાડના,
(૬) સેવા --- સાદાઈ---- અને સદવિચાર =========રવિશંકર મહારાજના ,
(૭) ઈચ્છા--- નિષ્ઠા --- અને અડગતા =========== ઇન્દુલાલ યાજ્ઞિકના,
(૮) દેવું ---- ડાંસ----- અને ડાંગર ============== દસ્કોશીના,
(૯) ઘઉં --- ઘોડી ---- અને ગરાસ =========== ==ભાલના,
(૧૦) મગ--- મહેનત -- અને માણસાઈ=========== મહેસાણાના,
(૧૧) સ્વાદ--- સાડી----- અને રસિકતા ===========સુરતના,
(૧૨) ચલમ-- ચુંદડી ---- અને ચતુરાઈ ===========ચરોતરના,
(૧૩) કડબ --- કઠણાઈ-- અને કિનખાબ ========= =કચ્છના,
(૧૪) પટોળા -- પટલાઈ-- અને પ્રભુતા ========== પાટણના,
(૧૫) સંત--- શુરા------ અને સાવજ =========== =સૌરાષ્ટ્રના ,
(૧૬) વેપાર-- વણજ-- અને વિશ્વનામના========= ગરવા ગુજરાતીના.

આજનો સુવિચાર...!!


આજનો સુવિચાર...!!


રવિવાર, 29 જાન્યુઆરી, 2012

"ભુલજો બધું પરંતુ મિત્રો દિવસ મા એક વાર પ્રાથના કરવાનું ના ભૂલશો"

આજનો સુવિચાર...!!

 

આજનો સુવિચાર...!!

સંત કબીર દાસના દોહા

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

આજનો સુવિચાર..!!


આપણે જેવું વિચારીશું એવા જ બનીશું


ઘણી વાર માણસ લમણે હાથ દઈ પોતાના ભાગ્યને રડતો બેસે છે,

પરંતુ ભાગ્યને રડવાથી કંઈ ફાયદો??

રખે કોઈ એમ સમજે કે જીવનમાં ભાગ્યનું મહત્ત્વ નથી,

પરંતુ અંત:કરણના સમજણપૂર્વકના પ્રામાણિક પ્રયત્નો કર્યા પછી માણસ ભલેને પોતાના ભાગ્યનો વિચાર કરે!

તેથી આપણા ઉપનિષદોએ એક સનાતન સત્ય સમજાવ્યું છે કે 'માણસ જેવું વિચારે છે એવો એ બને છે'. જો તે રડતું જ વિચારશે તો જીવનભર રડતો જ રહેશે.

ભગવાન બુદ્ધ, કન્ફયુસિયશ, એરિસ્ટોટલ, સોક્રેટિસ, મહમ્મદ પયગંબર-એ બધાનું પણ લગભગ આ જ પ્રકારનું મંતવ્ય છે.

બાઈબલમાં પણ એવું લખાણ છે કે ‘માણસ પોતાના હૃદયમાં જે વિચારે છે તેવો તે હોય છે’

આપણે એ ભૂલી જઈએ છીએ કે માનવીનું ચારિત્ર્ય, એના અંતરના વિચારોનું પ્રતિબિંબ છે.

જેમ્સ એલને માનવીના મનને બગીચાનું રૂપક આપી સમજાવ્યું છે કે માનવીનું મન એક બગીચો છે.

તેમાં તમે સુંદર બીજની રોપણી કરશો તો સુંદર મજાનાં ફૂલોની મહેકથી બગીચો મઘમઘી ઊઠશે,નહીં તો ઢગલાબંધ નકામી વેલ અને ઝાંખરાં ઊગશે.

જો તે ખરાબ નકામા, અશુદ્ધ વિચારોનું નિંદામણ કરે અને સારા સ્વચ્છ અને પવિત્ર વિચારોની વાવણી કરશે તો મોડા વહેલા પણ માનવીને ખાતરી થશે કે તેના ચારિત્ર્ય ઘડતરમાં તેણે કરેલા શુદ્ધ ઉમદા વિચારોનું કેટલું મોટું પ્રદાન છે!

આપણે એ રખે ભૂલીએ કે આપણા અંતરમનની વાવણીના જવાબદાર આપણે પોતે જ છીએ.

જેવું વાવીશું તેવું ફળ મળશે. સદ્વિચારો સારાં ફળ આપશે- દુષ્ટ વિચારો માઠાં ફળ આપશે.

તેજસ્વી વિચારોની વાવણી જીવનને સિંહ જેવું બનાવશે અને દુર્બળ વિચારોનું પરિણામ જીવનને શિયાળ જેવું બનાવશે.

શું કહો છો દોસ્તો ?

સૌજન્ય : જીનલ મેહતા. 

આજનો સુવિચાર...!!

આજનો સુવિચાર...!!

"પ્રવાસ"

Meghbindu-15

જીવન જીવવાના ૧૦ વિકલ્પો…


ગુરુવાર, 26 જાન્યુઆરી, 2012

"જીવન"

meghbindu-13

બધાજ મિત્રોને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભ કામના !


પ્રથમ જાણીએ કે પ્રજાસત્તાક દિન એટલે શું ?

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેને તેનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.

૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું.
કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું.

અને, રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

પ્રજાસત્તાક એટલે શું ?

જ્યાં પ્રજાના દરેક હિતની સત્તા હોય. જ્યાં પ્રજા સર્વોપરી હોય.જ્યાં પ્રજાના હકોની કાળજી લેવાતી હોય વગેરે વગેરે..જો આવું રાષ્ટ્ર હોય તો તેને પ્રજાસત્તાક કહી શકાય.

આપણે ખરેખર પ્રજાસત્તાક છીએ ખરા ?

આજે ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગેચંગે થશે પરંતુ પ્રજાસત્તાકનું મૂળ હાર્દ ખોવાઈ ગયું હોંય એવું નથી લાગતું? છ દાયકા પછી પ્રજાતંત્ર ક્યાં છે??

ગૃહપ્રધાન કહે છે ત્રાસવાદથી ચેતતા રહેજો, સંરક્ષણ પ્રધાન કહે છે ધૂસણખોરોથી ચેતતા રહેજો, કૃષિ પ્રધાન કહે છે ભાવો વધવાની શક્યતા છે.

નાણાપ્રધાન કહે છે ફુગાવો કાબુમાં લાવો, વિદેશપ્રધાન કહે છે ઓસ્ટ્રેલિયાના પ્રશ્ને અખબારો વાતનું વતેસર કરે છે. એકપણ પ્રધાન પોતાની જવાબદારી સમજતા નથી. હવે કૃષિપ્રધાન કહે છે કે ભાવો વધવા પાછળ વડાપ્રધાન જવાબદાર છે. સામે છેડે વડાપ્રધાન કહે છે કે “મીં ક્યા કરા”?  હું શું કરું ?

પ્રજાના પ્રતિનિધિઓ આક્ષેપોમાં વ્યસ્ત છે. ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન છે પરંતુ અહીં પ્રજા ત્રાસવાદના ડરથી જીવે છે. મોંઘવારીમાં પીસાય છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તા પર આવ્યા પછી કોઈનું સાંભળતા પણ નથી. આમ આદમી તો બિચ્ચારો-બાપડો બનીને જીવે છે. આમ આદમીનો નથી કોઈ વોઈસ કે નથી તેમનો કોઈ મજબૂત પ્રતિનિધિ. યુનિયનો, સંગઠનો, પ્રજાલક્ષી કામો કરતા રાજકીય પક્ષો વગેરે તો ક્યારનાય બંધ થઈ ગયા છે.

શું કરવું પડશે પ્રજાસતાક થવા માટે ?

મારી દ્રષ્ટિએ આ પ્રાણ પ્રશ્ન આપણા સૌનો છે !

આજે આપણે પ્રથમતો એ યાદ કરવું જોઈએ કે આ દેશની આઝાદી માટે કેટ કેટલા ક્રાંતિકારી અને શહીદોએ આ દેશ માટે  કુરબાની આપી છે !

તેનો થોડો પણ વિચાર કરીશું તો એક સાચા ભારતીય તરીકે ખૂન ઉકળી જ જાય !

આપણે કદાચ તે લોકોની જેમ કુરબાની તો નહિ આપી શકીએ પરંતુ શું કોઈ એવો સંકલ્પ ના કરી શકીએ જેથી કઈક પણ સારું થાય !

મારી દ્રષ્ટિએ નીચે પ્રમાણે ના સંકલ્પો પણ કરીશું તો આજનો દિવસ સાર્થક ગણાશે.

આજે વ્યક્તિને સતત એક ડર છે કે દુનિયા ખરાબ થઇ ગઈ છે તેવા સમયે થોડું પણ પોઝીટીવ કામ કરશો તો પણ  ઘણું સકારાત્મક પરિવર્તન આવશે.

ये मत सोचो कि देशने तुम्हारे लिये क्या किया ? ; ये सोचो कि तुमने देशके लिये क्या किया? – ભગત સિંઘ

બુધવાર, 25 જાન્યુઆરી, 2012

આજનો સુવિચાર


આજનો સુવિચાર


સુવિચારો

સુખને વેચતા શીખો ને દુઃખ ને શેહતા શીખો,
આંસુ લુછતા શીખો ને કોઈને હસાવતા શીખો,
પ્રેમ બે પળ છે પણ,
તે બે પળ મા પણ આખી જીંદગી જીવતા શીખો..
*****

જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,
અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .
"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."
એ એક પ્રખ્યાત ઉક્તિ છે.
પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.
જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું...!!

માનવીનું મન – ‘જ્ઞાન તારવતાં શીખો’


એક વાર બુદ્ધ તેમના શિષ્યો સાથે એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા.

તેઓ એક તળાવ કિનારે પહોંચ્યા અને તેના એક શિષ્યને કહ્યું “મને તરસ લાગી છે મને પેલા તળાવમાંથી થોડુ પાણી લાવી આપ”.

શિષ્ય તળાવ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ઘણાં લોકો પાણીમાં કપડાં ધોઈ રહ્યા છે,

અને તે જ સમયે ત્યાંથી એક બળદગાડું પસાર થયું. પરિણામે તે પાણી કાદવવાળું થઈ ગયું.

આવું કાદવવાળું પાણી બુદ્ધને પીવા માટે કેવી રીતે આપી શકાય? શિષ્ય પાછો આવ્યો અને બુદ્ધને કહ્યું,

“તળાવનું પાણી બહુ કાદવવાળું છે અને પીવાલાયક નથી.”

થોડી વાર પછી તે જ શિષ્યને ફરીથી તળાવમાંથી થોડું પીવા માટેનું પાણી લાવવા માટે કહ્યું.

શિષ્ય તળાવ ઉપર પાછો ગયો. તે સમયે જોયું કે તળાવમાં એકદમ ચોખ્ખું પાણી છે.

કાદવ તળાવમાં નીચે બેસી ગયો હતો. શિષ્યે થોડું પાણી ઘડામાં ભર્યું અને બુદ્ધને આપ્યું.

બુદ્ધે પાણી સામે જોયું અને પછી તેમણે શિષ્યની સામે જોયું અને કહ્યું, તેં પાણીને ચોખ્ખું કરવા માટે શું કર્યું?

તેં એને રહેવા દીધું અને કાદવ જાતે જ નીચે બેસી ગયો અને આપણને ચોખ્ખું પાણી મળ્યું.

મોરલ :

આપણું મન પણ આવું જ છે. જ્યારે તે ડિસ્ટર્બ હોય ત્યારે તેને એમ જ રહેવા દેવું.

તેને થોડો સમય આપવો. મન તેની જાતે જ શાંત થઈ જશે.

તેને શાંત કરવા માટે તમારે કોઈ પ્રયત્ન નહીં કરવા પડે.

મનનો સ્વભાવ શાંતિનો છે અને શાંત થવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી.

જરૂર છે અપ્રયત્નની અથવા કશું ન કરવાની. શાંત થવાની પ્રક્રિયા કર્મની નહીં પણ અકર્મની પ્રક્રિયા છે.

શાંત મન વડે જે પામી શકાય તે પ્રયત્નો દ્વારા આઘું જતું રહે છે.

કોઈ પણ મહત્ત્વના કાર્ય પહેલાં મનને શાંત કરવાથી અડધી સફળતા આમ જ મળી જાય છે.

સૌજન્ય : પ્રકાશ દેસાઈ

આજનો સુવિચાર

રવિવાર, 22 જાન્યુઆરી, 2012

પૈસા નું ગ્રુપ...!!!

માતા પિતાની છત્રછાયા

સમય

દરેક ખુશી છે અહી લોકો પાસે, પણ હસવા માટે સમય  નથી
દિવસ રાત દોડતી દુનિયામાં, જિંદગી માટે પણ સમય નથી

માં ના હાલરડાં નો એહસાસ છે, પણ માં ની મમતા માટે સમય નથી
બધા સબંધો તો મારી ગયા જાણે, પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબાઈલ માં છે, પણ મિત્રતા માટે સમય નથી
પારકા ઓં ની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી

આંખો માં છે ઊંઘ ગણીએ, પણ સુવા માટે સમય નથી
દિલ છે ગામો થી ભરેલું, પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ માં એવા દોડ્યા, કે થાકવા નો પણ સમય નથી
પારકા એહ્સસોની શું કદર કરીએ, જ્યાં પોતાના સપનાની જ કદર નથી

તું જ કહે મને, કે શું થશે આ જિંદગીનું
દરેક પળે મારવાવાળા ને, જીવવા માટે પણ સમય નથી......

શનિવાર, 21 જાન્યુઆરી, 2012

નવ વર્ષમાં આપને આટલું કરીએ . . . . . . . . .

બિલ ગેટ્સ ના નિયમો...

અદ્દભુત છે મિત્રો,.વાંચજો જરૂર અને સારા વિચારો બીજા મિત્રો સાથે Share કરજો.

'મા' એટલે ત્યાગ અને બલિદાનની મૂર્તિ. 'મા' એટલે ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ.

શુક્રવાર, 20 જાન્યુઆરી, 2012

આજનો સુવિચારો

-------------------------------------------------------------------------------
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
-------------------------------------------------------------------------------
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,

અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
-------------------------------------------------------------------------------

કબીર સાહેબે પણ કહ્યું છે કે ………

બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;

પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
-------------------------------------------------------------------------------

આ દુનિયામાં ક્યારેય પોતાની જાત ની સરખામણી બીજા

સાથે ના કરો,
આમ કરવા થી તમે પોતા ની જાત નું જ અપમાન

કરો છો…
--------------------------------------------------------------------------------

જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો

કે તમે પ્રગતિ કરી રહ્યો છો !!
--------------------------------------------------------------------------------

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.

પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.

અને એ રસ્તો એને જ મળતો હોય છે

કે જેનો ચહેરો સદાય હસતો હોય છે
--------------------------------------------------------------------------------





આજનો સુવિચાર

આજનો સુવિચાર

ગુરુવાર, 19 જાન્યુઆરી, 2012

મન શાંત રાખવાના સરળ ઊપાયો

(1) તમારી જાતને સુધારો,પારકી પંચાત કરવી નહી.

(2) કડવા ઘૂંટડા ગળી જવા, ઇર્ષા કરવી નહી.

(3) દેખા દેખીથી દુર રહેવું, ખોટી લાલચમાં આવવું નહી.

(4) વિચારીને બોલવું, શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું.

(5) માગ્યા વિના કોઇને પણ સલાહ આપવી નહી.

(6) તમારી સલાહને અનુસરે તેવી અપેક્ષા રાખશો નહી.

(7) તમારી જરૂરીયાતો ઘટાડો,ઓછી જરૂરીયાતોમાં જીવતા શીખો.

(8) કોઇની સાથે ખોટી દલીલબાજી કરવી નહી.

(9) તમારા કોઇ ખોટા વખાણ કરે તેવી અપેક્ષા રાખશો નહી.

(10) વર્તમાનમાં જીવો, ભવિષ્યની ખોટી ચિંતા કરવી નહી.

(11) વિકટ પરિસ્થિતિમાં શાંત રહેવું.

(12) વિચાર,વાણી,વર્તનમાં એક રૂપતા રાખો.

(13) સહન શીલતા કેળવો.

(14) તમારી ફરજ પ્રત્યે સભાન રહો.

(15) દરેક જીવોને નિ:સ્વાર્થ પ્રેમ કરો.

બોધ વાર્તા - આત્મસુખ વિશે


એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.

એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’

આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.

આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.
— સંકલિત

દોસ્તો અહી રજુ કરેલી પોસ્ટ તમને પસંદ આવેતો અન્ય મિત્રો સાથ પણ શેર કરજો. જેથી તેવો પણ આનો લાભ લઇ શકે...! ♥

Posted By » Er.Aryan Patel

સુખી અને સંતોષી જીવનનાં નવ સૂત્રો


1] કામ કરવામાં આનંદ આવે એટલા પ્રમાણમાં સ્વાસ્થ્ય.

2] જરૂરિયાતો સંતોષી શકાય એટલું ધન.

3] મુશ્કેલીઓનો સામનો કરી, તેને માત કરવા માટેનું બળ.

4] પોતાની ભૂલ કબૂલ કરવા જેટલી મનની મોટાઈ.

5] પરિશ્રમ કરવાની અને સિદ્ધિ ન મળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા જેટલી ધીરજ.

6] પાડોશીઓમાં સુન્દરતા, સજ્જનતા શોધી કાઢવા જેટલી ખેલદિલી.

7] બીજાને ઉપયોગી થવા જેટલો પ્રેમ.

8] ઈશ્વરની કૃતિઓને સમજવા માટેની શ્રદ્ધા.

9] ભવિષ્યની ચિંતા અને ડર ન રહે એટલા પ્રમાણમાં આશા.

આજનો સુવિચાર

આજનો સુવિચાર

માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે


(1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે !

(2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી !

(3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી !

(4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી !

અને

(5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે !

મિત્રો,
આ પાંચેય ધારણાઓમાં આપણે આપણા દુ:ખ માટે "બીજાને" જવાબદાર માનીએ છીએ.એક વાત યાદ રાખજો , માણસ જયારે પોતાના સુખને"પરાધીન" બનાવી દે છે, ત્યારે તેને "પીડાધીન" બનતાં ભગવાન પણ અટકાવી શક્તો નથી !!

બુધવાર, 18 જાન્યુઆરી, 2012

ટાઇમ હોઈ તો વાંચજો જરૂર...

(1)વરસાદ = વર + સાદ. વર = શ્રેષ્ઠ, સાદ = કોઈને બોલાવવા કરાતો અવાજ. પ્રભુ જીવને પોતાની કૃપા વરસાવી રહ્યો હોવાની જાણ વરસાદ પાડીને કરે છે.

(2)સફળતા કે નિષ્ફળતા આપણા કામ પર આધારિત નથી. આપણામાં જુદી-જુદી QUALITY DEVELOP કરવા માટે ઈશ્વર ક્યારેક આપણને સફળ તો ક્યારેક નિષ્ફળ બનાવે છે.આપણી રીતે કામ કરતા જે પરિણામ આવે તેનો યશ ઈશ્વરને અને અપયશ પોતાને આપીએ તો SELF IMPROVEMENT જલ્દી થાય છે.

(3)સતત દોડનારને લક્ષ્મી મળતી હોય તો કૂતરો લક્ષ્મીપતિ થઈ જવો જોઈએ..!

(4)ટિકીટ લેતી વખતે જાણ થાય, કે ‘પાકીટ ચોરાઈ જવાથી આગળ જઈ શકાય એમ નથી’ તો એનાથી આપણું સારું જ થવાનું હોય છે. દૃઢ કરેલી આ વાત સમયે યાદ આવે તો વિચલિત ન થતાં પ્રસન્ન રહીને, હવે શું કરવું એ આપણે સ્વસ્થતાપૂર્વક વિચારી શકીએ.

(5)’સુંદરકાંડ’ એટલે દુશ્મનને એના ઘરમાં ઘુસીને મારવો. પરિસ્થિતિ એ છે, કે આજે દુશ્મનો આપણા ઘરમાં ઘુસીને આપણને મારી રહ્યા છે. દેશભરમાં ચાલી રહેલા સુંદરકાંડના પારાયણના પરિણામે આપણા સૌમાં હનુમાનજી જેવી હિંમત આવે તો ભારત શું છે, એની દુનિયાને જાણ થાય !

(6)50 રુપિયામાં 1 લિટર કોલ્ડ ડ્રિંક આવે જેમાં માત્ર સ્વાદ છે, પોષણ શૂન્ય, અને કમાય કોણ ? મલ્ટીનેશનલ વિદેશી કંપનીઓ ! એની સામે 50 રુપિયામાં ત્રણ કીલો ફ્રુટ્સ આવે, જે સ્વાદમાં બેમિસાલ, ઉત્તમ પોષણ અને કમાય કોણ ? તડકામાં, ઠંડીમાં કે વરસાદમાં લારી ફેરવીને તનતોડ મહેનત કરતો આપણો ગામઠી ભારતવાસી !

(7)લઘુમતિઓની વોટબેંક પર કોંગ્રેસ અને દલિતોની વોટબેંક પર સમાજવાદી પાર્ટીઓ જલ્સા કરે છે ત્યાં ‘આરક્ષણ’ ના મુદ્દે તંદુરસ્ત ચર્ચા શક્ય છે ખરી ? બુદ્ધિના દરવાજા બંધ કરવાના હોય ત્યાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કે સ્વસ્થ ચર્ચાની તો વાત જ ના થાય ને ! કોઈ દલિત ‘આરક્ષણ’ની વિરુદ્ધમાં કે કોઈ સવર્ણ ‘આરક્ષણ’ના પક્ષમાં મત જ ના આપે એવા મુદ્દે ચર્ચા પણ વ્યર્થ છે.

(8)જમાઈ હોય કે દીકરો, પુરુષમાત્ર જન્મજાત સ્ત્રીદાક્ષિણ્યવાદી હોવાથી સ્ત્રીને મદદ કરવા માટે એને તૈયાર કરવાની જરુર છે જ નહિ. દીકરો વહુને સહકાર આપી રહ્યો હોય ત્યારે માએ એના કામમાં અડચણરૂપ બનવાથી દૂર રહેવાનું છે. અને એ કામ સ્ત્રી ક્યારેય કરી શકવાની નથી.

(9)માતૃભાષામાં ભણતા હોવાથી જાપાનના બાળકો સત્તર વર્ષની ઉંમરે તો ડોક્ટર, ઈંજિનિઅર વગેરે થઈ જાય છે જ્યારે પરકીય ભાષામાં ભણતા હોવાથી કારકીર્દિ પાછળ આપણા ઘણા વર્ષો વધુ ખર્ચાય છે.

(10)समरथ को नहि दोष गुंसाई . POWER IS EVERYTHING. KING CAN DO NO WRONG. કૃષ્ણ કહે છે: “સત્તાવાનને સમજાવી શકાતા નથી.” આ બધી બાબતોનો સાર એ કે દુષ્ટોને દંડ આપવાની ક્ષમતા(POWER) આપણને પ્રભુ આપે.

(11)યુનિવર્સિટીની માસ્ટર ડિગ્રી મેળવનાર યુવાન ફિલ્ડમાં જાય છે ત્યાં ફોરમેન તો જવા દો, હેલ્પર પણ એંજિનિયર કરતા વધુ આવડતવાળો અને નામુ લખતો મુનિમ સી.એ. કરતા ચઢિયાતો સાબિત થાય છે.

(12)ભ્રષ્ટાચારના મુદ્દે આત્મચિંતનની અતિ આવશ્યકતા છે. ‘બીજો ભ્રષ્ટાચારી છે અને હું નથી’ – આ ભાવના દૂર થશે ત્યારે જ ભ્રષ્ટાચાર દૂર થશે, એ સિવાય નહિ. શિક્ષક ખાનગી ટ્યૂશન, કાછીયો વજનમાં ગરબડ, વેપારી મરી-મસાલા, ખાદ્યપદાર્થોમાં ભેળસેળ બંધ કરી શકે ? મેડીકલમાં જનાર ‘ગામડામાં જ પ્રેક્ટીસ કરીશ’ એવું લખી આપે ?

(13)અરીસા સામે ઊભા રહીએ ત્યારે એમાં દેખાતું આપણું પ્રતિબિંબ એ જગત છે. આપણે એ પ્રતિબિંબને સુધારવા જઈશું તો એ પ્રતિબિંબ આપણને સુધારવા પ્રયત્ન કરતું દેખાશે. આપણે આપણી જાતને સુધારીશું તો જગત આપોઆપ પોતાને સુધારતું દેખાશે. બદલ આ રીતે આવે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડનારને આ વિચાર સાદર અર્પણ.

(14)नकलची बंदर – નકલખોર વાંદરો
ટોપીના વેપારીને ઝાડ નીચે ઉપવાસ પર બેઠેલા જોઈને નકલખોર વાંદરો પણ ટોપી પહેરીને ઉપવાસ કરવા ઝાડ પર બેસી ગયો અને પોતે તાપમાં બેઠો છે ને વેપારી છાયામાં આરામ કરે છે” એમ કહી એની ટીકા કરવા લાગ્યો. કોઈ એને પૂછે, કે તું શા માટે ઉપવાસ પર બેઠો છે? તો એ શું જવાબ આપે? વેપારીના ઉપવાસની ટીકા કરવા સિવાય કશું જ નહિ !

(15)નદી કાંઠે ભરે વારિ, ને કુવાકાંઠે પનિહારિ.
નળમાં થઈને આવે, જલ મારા ઘર માંહિ.
લાંબા કરીને પગ, ઢોલીયે અઢેલીને બેઠી,
આજની કહેવાતી ભણેલી વ્હાલી દમયંતિ.

(16)નવરાત્રીમાં ગરબે રમનારની ગતિ પૃથ્વીની ગતિ જેવી હોય છે. ખેલૈયાઓ પોતાની જગ્યા પર ગોળ ફરતા ફરતા કોઈ એક કેન્દ્રની વર્તુળાકાર ઘુમતા હોય છે. હજારો લોકોને આ રીતે એક સાથે અદમ્ય હર્ષોલ્લાસથી ઉત્સવ ઉજવતા જોવા એ પૃથ્વી પરની અલભ્ય ઘટના છે.

(17)”જાગ રે માલણ જાગ ! જાગ રે તારો મેરૂ જગાડે . . .” – આ કઈ સંસ્કૃતિની વાત છે ?
અહિં તો માલણો વહેલા ઊઠીને ઘરના મોટા ભાગના કામો પતાવીને એમના ઉંઘણશી મેરૂઓને જગાડતી જોવા મળે છે.

(18)કાગડો માનવ-સમાજનો સફાઈ કામદાર છે. મરેલો ઉંદર કે રસ્તા પર પડેલું પશુ-પક્ષીનું મૃત શરીર – બધી ગંદકી સાફ કરીને વિકૃત અંગો તેમજ દુર્ગંધને કાગડો ખતમ કરી નાંખે છે. તેનું ઋણ અદા કરવા આપણા સમજુ પૂર્વજોએ શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ખીર-પૂરી ખવડાવવાનું નક્કી કર્યું. સામાન્ય માણસ આવી કદર કરી શકતો નથી તેથી એની સ્વાર્થ ભાવના પોષાય અને એના હાથે સારું કામ પણ થાય એ માટે એવું જાહેર કર્યું, કે કાગડાને ખવડાવવાથી પોતાના પૂર્વજને પહોંચે છે.

(19)છગને પોતાના બે લેણદાર મગન અને જમનને 25-25 હજારના એક-એક ચેક આપ્યા. બેલેંસ ન હોવાથી મગનનો ચેક બાઉંસ થયો એટલે મગન કોર્ટે ચઢ્યો. જમને જોયું કે છગનના ખાતામાં 15000 છે એટલે એણે 10000 જમા કરાવીને 25000 ઉપાડી લીધા !?!

(20)ઘરના પુરુષોને ખબર પણ નથી હોતી કે તેઓ કયો સંપ્રદાય FOLLOW કરે છે? અને એને FOLLOW કરવાનું ક્યારથી શરુ થયું? તપાસ કરશો તો ખબર પડશે કે દાદી અથવા મમ્મી અથવા પત્નીએ જે-તે સંપ્રદાયને FOLLOW કરવાનું શરુ કરાવ્યું હશે અને ઘરમાં આવનારી નવી સ્ત્રી-સભ્ય પોતાના પિયરના સંપ્રદાયને આપણા ઘરમાં FOLLOW કરાવવા તત્પર હશે. બે પેઢીની સ્ત્રીઓ વચ્ચે અહમના ટકરાવનો આ એક સબળ મુદ્દો છે, જેનાથી ઘરનો પુરુષ સાવ અજાણ હોય છે.

(21)પુરુષ રુદન સિવાયના તમામ ભાવો છુટથી અભિવ્યક્ત કરે છે જ્યારે સ્ત્રી તમામ ભાવો છુપાવીને માત્ર રુદનને મુક્તપણે વહાવે છે.

(22)કેટલાક ભેજાગેપ કહે છે, કે “સ્ત્રીને હૃદય નથી કારણ કે એને હૃદયરોગના હુમલાઓ આવતા નથી.” અરે ભાઈ, અન્ય સ્ત્રીઓ આગળ આંસુ સારીને એ પોતાના આઘાતોને હળવા કરી નાંખે છે. જ્યારે પુરુષ મુંગો-મુંગો બધું સહન કર્યે જાય છે અને એક વધુ ફટકો . . . ને ભાઈ “ટપ” દઈને પાકેલા ફળની જેમ ટપકી જાય !

(23)દુકાન = દુ+કાન =બે કાન.બન્ને કાનનો મહત્તમ ઉપયોગ કરીને ગ્રાહકની પસંદ-નાપસંદ સાંભળવા તત્પર વેપારી જરુર સફળ થાય છે.

(24)પુનર્જન્મમાં નથી માનતા એ ધર્મના અનુયાયીઓ (મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરે) જાણીતા મૃત માણસ માટે શબ્દપ્રયોગ કરે છે: “ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.” અને પુનર્જન્મમાં શ્રદ્ધા રાખનારા હિન્દુ ધર્મના અનુયાયીઓ કહે છે: “ઈશ્વર એમના આત્માને સદગતિ આપે.”

(25)દસ માથા જેટલી તાકાત ધરાવતા ‘દશાનન’ને એક સાથે દસ રથ હંકારી શકે તેવા શક્તિશાળી ‘દશરથ’ના દીકરા રામે હણી નાંખ્યો. આ દશરથ અને દશાનન વચ્ચે શું રહસ્ય હોઈ શકે?

(26)”દસ શીરા” એટલે દશેરા – દસ માથા વાળો રાવણ. દસ માથા એટલે આજના રાજકારણીની જેમ દસ જાતનું બોલે, એના શબ્દોનું કોઈ ઠેકાણું નહિ. પુરુષોની સભામાં એ કહે, “સ્ત્રીએ પતિનું કહ્યું માનવું જ જોઈએ.” અને સ્ત્રીઓની સભામાં જઈને કહે, ‘સ્ત્રીએ પતિની ગુલામી શા માટે કરવાની ?

(27)તમે જગતને આપ્યું ઓછું અને જગત પાસેથી લીધું વધારે તો તમે જગતના ઋણિ છો અન્યથા જગત તમારું ઋણિ છે. એવું જીવવું કે આજીવન જગત પાસેથી કંઈ પણ ન લેતાં એને માત્ર આપ્યા જ કરવું. ત્યાગનું પ્રતીક એવા બીજના ચંદ્રના દર્શન આપણને આવું ધ્યેય આપે છે, કે જેને ભગવાન શિવજીએ પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે.

(28)શહેરની પ્રખ્યાત સ્કૂલનું દૃશ્ય: જે બાળકોએ ફી ભરી હોય એને જ રીઝલ્ટ મળવાનું હતું. ફી બાકી હોય એવા મા-બાપોની, ફી ભરવા માટે લાંબી લાઈન લાગી હતી. પિતાઓ ફોર વ્હીલર લઈને અને માતાઓ લેટેસ્ટ ટુ વ્હીલર લઈને આવ્યા હતા. ચહેરો અને પહેરવેશથી બધા ‘રોયલ’ હતા. પરંતુ હપ્તેથી હદબહાર વસાવેલી વસ્તુઓના કારણે તેઓના ચહેરા પર “બે કલાક” માટે લાચારી ઝલકતી હતી. અહો આશ્ચર્યમ !!!

(29)તમે કંઈ નવું કરો એટલે . . . . .
(1)શરુઆતમાં અવગણના-ઉપેક્ષા થાય.
(2)પછી મશ્કરી-વિરોધ થાય.
(3)ત્યારબાદ સામાન્ય નોંધ લેવાય.
(4)હવે વખાણ શરુ થાય.
(5)અને છેલ્લે લોકો એને અપનાવે.
તમારા સાતત્યને સમાજ નમસ્કાર કરે છે, ચંચલતાને નહિ.

(30)ઈચ્છા અને પૂરી કરવાની ક્ષમતામાં તફાવત છે. ક્ષમતા વધારવી કે ઈચ્છા ઘટાડવી? બન્ને વચ્ચે અગ્નિ-ઘીનો સંબંધ છે. પૂરી થતી જશે એમ એ અનેકગણી વધતી જશે. પરિણામનો ડર કે ઉગ્ર તપશ્ચર્યા (ઋષિમુનિઓ)થી પણ મન પર કાબૂ મેળવવો અશક્ય છે. ઈશ્વર પ્રત્યેની એકનિષ્ઠા જ આમાંથી ઉગારી શકે. માટે ઈશ્વરની જરૂર છે...!!

દોસ્તો અહી રજુ કરેલી પોસ્ટ તમને પસંદ આવે તો તમારા બીજા દોસ્તો સાથે પણ જરૂર Share કરજો. જેથી તેવો પણ આપણા ગુજરાતી સાહિત્ય નો લાભ લઇ શકે.
 

સોમવાર, 16 જાન્યુઆરી, 2012

"કરિયાવર"


હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો…. ‘સાંભળ્યું ?’
અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.
“આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.
સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”
સોનલ એમની એકની એક દીકરી હતી..
ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .
હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.
સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી.
એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી,
હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ…
અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’
બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું
‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ…એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી .
તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’
‘ભલે પપ્પા’ –  સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી.
ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી….
કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા
‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’
“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ…
પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…
એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…
જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !
જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! “
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી …
“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?”
હરીશભાઈ ભારે આવાજમાં -”હા બેટા”, એટલું જ બોલી શક્યા.
“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો….
તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”
દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ
દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો….
૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ….
સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??
પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,
“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”
સૌજન્ય : કમલેશ પટેલ