મંગળવાર, 30 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
સોમવાર, 29 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
રવિવાર, 28 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
શનિવાર, 27 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
શુક્રવાર, 26 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
ગુરુવાર, 25 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
બુધવાર, 24 એપ્રિલ, 2013
કાનજી તારી માં કેહ્સે પણ....
આજનો સુવિચાર...!!!
આજનો સુવિચાર...!!!
મંગળવાર, 23 એપ્રિલ, 2013
જીવન અંજલી થાજો...
આજનો સુવિચાર...!!!
સોમવાર, 22 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
રવિવાર, 21 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
મંગલ મંદિર ખોલો...
શનિવાર, 20 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
શુક્રવાર, 19 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
ગુરુવાર, 18 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
આજનો સુવિચાર...!!!
બુધવાર, 17 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
મંગળવાર, 16 એપ્રિલ, 2013
દીકરી વ્હાલનો દરિયો....
આજનો સુવિચાર...!!!
આજનો સુવિચાર...!!!
સોમવાર, 15 એપ્રિલ, 2013
સહન કરે એનું નામ દીકરી...
સુ મિત્રો આંખમાંથી આંસુ આવિ ગયાને....
રવિવાર, 14 એપ્રિલ, 2013
જય જય ગરવી ગુજરાત...
"ગુજરાત" શબ્દ જ તેની ઓળખ માટે પુરતો છે. વિશ્વમાં ગુજરાત શબ્દનો પ્રભાવ અનન્ય અને અકબંધ છે. આ ગુજરાતમાં માત્ર અને માત્ર આગળના જન્મમાં ખુબ પુણ્ય કરનારને જ જન્મ મળે..!!
ગર્વ છે કે - "હું ગુજ્જુ છુ."
જય જય ગરવી ગુજરાત.. જય ગુજરાત.
"આપણું ગુજરાત; આગવું ગુજરાત...!!
નાની પણ અતિ મહત્વની વાત
ચાણક્યના ૧૦ નીતિસૂત્રો...
[1] જ્યારે કોઈ બ્રાહ્મણને ભોજનનું કે કથવાર્તા કરવાનું નિમંત્રણ મળે છે ત્યારે તેને સુખ થાય છે. પત્નીનું સુખ તેના પતિને મળતા ધન ઉપર છે. મંત્રીનું સુખ રાજમંત્ર તથા રાજાની સેવા છે. કામીનું સુખ સ્ત્રી છે. બ્રાહ્મણનું સુખ વેદપાઠ છે. નીચને નીચ કાર્ય કરવાથી જ સુખ મળે છે. આ પ્રકારે સુખ મેળવવા માટેના દરેકના માર્ગો અલગ અલગ હોય છે.
[2] કૂતરું હંમેશા પોતાની પૂંછડી વાંકી જ રાખે છે, સાપ હમેશાં વાંકોચૂકો જ ચાલશે, ગધેડું હમેશાં લાતો જ મારશે, મંકોડાને દૂર ફેંકો તો પણ ત્યાં જ આવશે, માખીને કેટલીય કેમ ના ઉડાડો, ફરીથી ત્યાં જ આવીને બેસશે. આથી તમે એ વાત તરત સમજી જશો કે જેને જે આદત પડી ગઈ તે તે જ કામ કરશે. મનુષ્ય કેવળ પોતાની ટેવોનો ગુલામ હોય છે.
[3] સુંદર છોકરી, રૂપવતી વિધવા, ઘરડો વિધૂર, સાંઢ, ઢોંગી, સંન્યાસી, તાંત્રિક તેમજ ગધેડું – આ બધાથી બચીને ચાલવું જોઈએ. બુદ્ધિમાન આમનાથી પચાસ કદમ દૂર ભાગે છે.
[4] બધી આંગળીઓ સરખી હોતી નથી. એટલા માટે બધા લોકો સરખા સ્વભાવના હોતા નથી, જ્યારે આપણે જુદા જુદા વિભાગોમાં, કામોમાં વહેંચાઈ જ ગયા છીએ, ત્યારે આપણાં કામ પણ જુદાં જુદાં જ હોય ને ? આપણે એકબીજાની ઈર્ષા કેમ કરવી જોઈએ ? તેમજ એકબીજાનો દ્વેષ પણ કેવી રીતે કરી શકીએ ? ઈર્ષાળુ અને દ્વેષીલા ન બનો. તમે સુખી થશો, સંતુષ્ટ થશો, આનંદ પ્રાપ્ત કરશો. દુનિયામાં આવી બધી વાતો જ શીખો ને !
[5] વેશ્યાને સવારમાં, જુગારીને બપોરે, પાપીને મંદિરમાં, શબને ચિતા પર અને બાળકને ખોળામાં જોઈને કોઈને કોઈ પાપ લાગતું નથી. આ બધાં જ શુભ ગણાય છે. એમને આ રૂપે જોવાથી જ્ઞાન વધે છે અને સચ્ચાઈની ખબર પડે છે. આના પર વિચાર કરીને જો જો ને !
[6] પુત્ર સાથે પાંચ વર્ષ સુધી પ્યાર કરો, દસ વર્ષની ઉંમર સુધી તેને ધાકમાં રાખો, સોળ વર્ષની ઉંમર થાય ત્યારે તેને પોતાનો મિત્ર માનો. મિત્રતાનો વ્યવહાર કરવાથી તમે એકમાંથી અગિયાર બની જશો. તે જ સંતાન તમારી સાથે ખભેખભો મેળવીને ચાલવા લાગશે.
[7] સુખી અને શાંતિપૂર્ણ ઘર તે જ છે – જે ઘરમાં સંતાન બુદ્ધિમાન તેમજ ભણેલા-ગણેલાં છે, પત્ની શાંતિપૂર્ણ અને સંપૂર્ણ રીતે સાચી ગૃહિણી હોય, જે ઘરનાં બધાં કામ પોતાના હાથેથી જાતે કરે, જે ઘરમાં મહેમાનોનો આદર સત્કાર થતો હોય, જે ઘરમાં ભગવાનનું પૂજન થતું હોય, જે ઘરમાં હર સમય પીવાને સ્વચ્છ પાણી અને ખાવા માટે તાજું ગરમ ગરમ ખાવાનું મળતું હોય, જ્યાં બુદ્ધિમાનો તેમજ ગુણવાનો સાથેનો સત્સંગ થતો હોય. – આવું ઘર સૌથી સારું અને સ્વર્ગના અંશવાળુ હોય છે. આવા ઘરમાં રહેનાર લોકો સદા સુખી રહે છે.
[8] ઊંઘમાં નસકોરાં બોલતા હોય તેવી સ્ત્રી, નગ્ન સૂઈ જનારો પુરુષ – આ બંને અલ્પાયુ બને છે. દિવસે સંભોગ, રાત્રે જુગાર – આ બંને કાર્યો જીવનના દિવસો ટૂંકા કરે છે. એક વાત હમેશાં ધ્યાનમાં રાખો કે દરેક કામનો એક સમય હોય છે. સમયના ટાંકણે જ કામ કરનારા મહાન બને છે.
[9] પોતાનાથી મોટાંઓની સામે કદી જૂઠું બોલવું જોઈએ નહીં. તેમની સાથે કદી દગો પણ ન કરાય. રાજાની સામે અસત્ય બોલવાથી મૃત્યુદંડ પણ મળી શકે છે. દુશ્મન સાથે દગો કરવાથી ધનનો નાશ થાય છે. બ્રાહ્મણ સાથે દગો કરવાથી કુળનો નાશ થાય છે. એટલા માટે કદી કોઈની સાથે દગો ન કરો. કોઈને અસત્ય બોલીને ફસાવવાનો પ્રયત્ન ન કરો. ભલે ને તમને અસત્ય બોલીને તેમને વિજય અને ધન મળી જાય, પરંતુ મનની શાંતિ કદી નહીં મળી શકે. અસત્ય અને દગો લાંબો સમય ટકી શકતાં નથી.
[10] તે આદમીનું જરૂર મૃત્યુ થશે, તે સંકટમાં પણ અવશ્ય પડશે જેની પત્ની ચરિત્રહીન હશે. માટે ચરિત્રહીન પત્ની, શેતાન મિત્ર, વાતવાતમાં સામો જવાબ આપનાર નોકર, ઘરમાં રહેતો સાપ –આ ચારેય સરખાં છે. ગમે ત્યારે કનડે જ કનડે.
જીત્યું હમેશા ગુજરાત…
હારી આ સરહદ ને હાર્યા સીમાડા
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત
હે જીત્યું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ટુટી ધજાઓ ને ટુટ્યા મિનારા
પણ ટૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
પણ ઊભું અડીખમ ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
કે આભલા ઝળૂંબે પણ
ડગે ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
એમ હાર્યું ન કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
દુનિયાના નિતનવા નારાની સામે
ના હારે આ દિલનો અવાજ
એવો સુણીને દલડાનો સાદ
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત
હાં હાં રે મારું જય જય જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત..!
શનિવાર, 13 એપ્રિલ, 2013
સુવિચારનો કરો સંગ, શક્તિમાં આવે રંગ…..!!!
[1] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[2] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[3] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[4] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[5] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[6] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[7] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[8] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[9] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
[10] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
શુક્રવાર, 12 એપ્રિલ, 2013
ચાણક્યના ખજાનામાંથી ૧૦ રત્નો….
[1] જે માતા-પિતા પોતાના સંતાનોને સારી કેળવણી નથી આપતાં-અપાવતાં, આવાં માતાપિતા જાતે જ એમનાં સંતાનોનાં દુશ્મન બને છે. આવાં સંતાનો જ્યારે સંસારનો ભાર ઉઠાવતાં થાય છે ત્યારે તેમને પોતાની ક્ષુદ્રતાનો અનુભવ થાય છે. આવાં લોકો જ્યારે કોઈ સારી અને પ્રગતિશીલ સભામાં જાય છે ત્યારે તેમને લાગે છે કે હંસોની સભામાં આપણે બગલા જેવા છીએ !
[2] મનુષ્યે હમેશાં આ વિચાર્યા કરવું જોઈએ કે – મારો સમય કેવો છે ? મારો મિત્ર કોણ છે ? મારો દેશ કયો છે ? હું કેવો છું ? મારું હિત શેમાં અને અહિત શેમાં છે ? મારામાં કેટલી બુદ્ધિ, કેટલી શક્તિ છે ? – આવો પ્રશ્ન વારંવાર એણે પોતાની જાતને પૂછ્યા કરવો જોઈએ.
[3] ફૂલમાં સુગંધ, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી, શેરડીમાં ગોળ – આ રીતે મનુષ્યના મનમાં સુવિચારો સમાયેલા હોય છે. સારા માણસની પરીક્ષા એની બોલીથી, એના વિચારોથી અને એના વર્તનથી થાય છે.
[4] આવા લોકોથી સદાય દૂર રહો – જેણે અન્યાયથી ધન ભેગું કર્યું હોય, અભિમાનથી જેનું મસ્તક ભરેલું જ હોય, જેણે કદી દાન કર્યું નથી, જેને કાનોમાં વેદમંત્રો કે ધર્મમંત્રો પડ્યા નથી, જેનાં નેત્રોએ સત્પુરુષોનાં દર્શન કર્યા નથી. આવા મનુષ્યોને મળવાથી કોઈ લાભ તો નથી જ બલ્કે મનની શાંતિ ઓછી થઈ જાય છે.
[5] મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
[6] આ સંસારમાં સૌથી વધારે બળવાન કાળ છે. કાળ જ સંસારના પ્રાણીઓને ખાઈ જાય છે. તેની ભૂખ સંતોષાતી જ નથી, ખાયા જ કરે, ખાયા જ કરે છે. બધાનો નાશ થાય ત્યારે પણ કાળ તો હયાત હોય છે. કાળ હમેશાં જાગ્રત રહે છે, બધાને જગાડતો પણ રહે છે.
[7] લક્ષ્મીનો નિવાસ ક્યાં હોય છે ? – જ્યાં અન્ન ના ભંડાર ભરેલા રહે છે, જ્યાં પતિ-પત્નીમાં કલેશ-કંકાશ હોતો નથી, જ્યાં મૂર્ખની મહેમાનગીરી થતી નથી. કેવળ આવાં જ સ્થાનોમાં લક્ષ્મી નિવાસ કરે છે.
[8] કામવાસના આ સંસારનો સૌથી મોટો રોગ છે. તે મનુષ્યના શરીરને અંદર અંદરથી જ ખોખલું કરી નાખે છે. આનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ક્રોધ એ આ સંસારની ભયંકર આગનું નામ છે, તે ઈન્સાનનો વિનાશ કરે છે. જ્ઞાન જેની પાસે હોય તે હમેશાં સુખી રહે છે. સંસારનાં બધાં દુ:ખો જ્ઞાનથી દૂર ભાગે છે.
[9] વિદ્યાર્થી, નોકર, ભૂખ્યો માણસ, ખજાનચી, ચોકીદાર, બુદ્ધિમાન – આ લોકો જો સૂઈ રહે તો તેમને જગાડી દેવા જોઈએ. કારણકે વિદ્યાર્થી જો સૂઈ રહે તો તેનો અભ્યાસ નહીં થાય, નોકર સૂઈ રહેશે તો માલિક તેને કાઢી મૂકશે, ભૂખ્યો જો સૂઈ રહેશે તો પેટ માટે રોટીની શોધ કરવા કોણ જશે ? ખજાનચી કદી સૂઈ રહેશે તો ધન ચોરાઈ જશે. ચોકીદાર સૂઈ જશે તો પણ ચોરી થઈ જશે. એટલા માટે આવા લોકોને જગાડવ એ ઉચિત છે.
[10] ધુવડ દિવસે જોઈ શક્તું નથી તેમાં સૂર્યનો શો દોષ ? કેરડાના છોડ પર પાંદડા ઊગતાં નથી, ફૂલો થતાં નથી તેમાં ભલા વસંતનો શો દોષ. ચાતકના મોમાં વર્ષાનું એક ટીપું પડતું નથી તેથી ભલા વાદળોનો શો વાંક ? – અરે ભાઈ, વિધાતાએ આપણા નસીબમાં જે કંઈ લખી દીધું છે તે જ થઈને રહેશે. એને તો દુનિયાની કોઈ શક્તિ બદલી શકતી નથી.
ગુરુવાર, 11 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
બુધવાર, 10 એપ્રિલ, 2013
જો ટાઈમ મળે તો વાચજો જરુર....
મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !!
.. પાકીટમાં શું હતું .. .. ?? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !!
.. એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે : "મારી નોકરી છુટી ગઈ છે, એટલે હવે હું તમને પૈસા નહિ મોકલી શકું .. .. !!"
૩ દિવસથી તે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં જ પડ્યો હતો .. !! પોસ્ટ કરવાનું મન જ નહોતું થઇ રહ્યું .. .. !! :'(
.. એમ પણ ૧૫૦ રૂપિયા કઈ મોટી રકમ તો નથી હોતી. પણ જેની નોકરી છૂટી ગઈ હોય ને, એના માટે તો ૧૫૦ રૂપિયા પણ ૧૫૦૦ થી ઓછા નથી હોતા .. .. !
.. આ વાતને અમુક દિવસ વીતી ગયા. માં નો પત્ર મળ્યો. હું સહેમી ગયો .. .. જરૂર માં એ પૈસા મોકલાવવા માટે લખ્યું હશે .. !! પણ પત્ર વાંચીને હું શોક થઇ ગયો .. .. !!
માં એ લખ્યું હતું : "બેટા, તારો ૫૦૦ રૂપિયાનો મોકલેલો મનીઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો સારો છે, પૈસા મોકલવામાં ક્યારેય લાપરવાહી નથી કરતો .. .. !"
હું એ વિચારમાં પડી ગયો કે આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે .. .. ??
એના અમુક દિવસ પછી .. .. એક બીજો પત્ર મળ્યો .. !! એકદમ ગળબળિયા અક્ષરોમાં લખાયેલો, માંડ-માંડ હું એને વાચી શક્યો .. !!
એમાં લખ્યું હતું કે : "ભાઈ, ૧૫૦ રૂપિયા તારી તરફથી અને ૩૫૦ રૂપિયા મારી તરફથી મેળવીને, મેં તારી માં ને ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલી દીધો છે .. .. !! ફિકર નહિ કરતો દોસ્ત, માં તો બધાયની એક જેવીજ હોય છે ને .. .. ?? એ કેમ દુખી રહે .. .. ??"
તારો અજાણ્યો મિત્ર - પાકીટચોર ભાઈ .. .. !!
સમિક્ષા : માણસ ચાહે કેટલો પણ બુરો કેમ ના હોય પણ 'માં' ના માટેની ભાવના બધાની એક જેવી જ હોય છે. સાચું કે નહિ .. .. ??
૧૦2+ ઉપીયોગી વેબસાઈટ નું લીસ્ટ...
અહી ૨૦૧3 ની ૧૦2+ એવી વેબસાઈટ નું લીસ્ટ રજુ કરેલ છે કે જે તમારો એક પ્રોબ્લેમ તો સોલ્વ કરી જ આપશે.. અને ઘણી જ ઉપયોગી માહિતી અથવા કામ લાગી શકે એવી યુઆરએલ નું લીસ્ટ જે હાથવગું હોય તો ગૂગલ પર સર્ચ કરવાની જરૂર ના રહે.
૧૦2+ ઉપયોગી વેબસાઈટનું લીસ્ટ:
======================
screenr.com – તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.
thumbalizr.com – કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.
goo.gl – લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.
unfurlr.come – કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.
qClock – કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.
copypastecharacter.com – સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.
postpost.com – ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.
lovelycharts.com – ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે.
iconfinder.com – બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.
office.com – ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.
followupthen.com – ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.
jotti.org – કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો.
wolframalpha.com – સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.
printwhatyoulike.com – ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.
joliprint.com – ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.
search4rss.com – RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.
e.ggtimer.com – ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.
coralcdn.org – વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.
random.org – રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું.
pdfescape.com – તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટ કરવા માટે.
viewer.zoho.com – પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.
tubemogul.com – એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.
workinprogress.ca/online-speech-recognition-dictation & ispeech.org – બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.
scr.im – સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.
spypig.com – હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.
sizeasy.com – કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.
myfonts.com/WhatTheFont – કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.
google.com/webfonts – ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.
regex.info – ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.
livestream.com – તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.
iwantmyname.com – બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે.
homestyler.com – શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.
join.me – તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.
onlineocr.net – સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.
flightstats.com – ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.
wetransfer.com – મોટી ફાઈલ ને શેર કરવા માટે.
http://www.gutenberg.org/ – ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.
polishmywriting.com – સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે.
marker.to – શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.
typewith.me – એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.
whichdateworks.com – કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.
everytimezone.com – વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.
gtmetrix.com – તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.
noteflight.com – મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.
imo.im – એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.
translate.google.com – વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.
kleki.com – ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.
similarsites.com – તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.
wordle.net – લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.
bubbl.us – તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.
kuler.adobe.com – કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો.
liveshare.com – આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવા માટે.
lmgtfy.com – જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે…..
midomi.com – જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે…
bing.com/images – પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે.
faxzero.com – ઓનલાઈન ફરી ફેક્ષ મોકલવા માટે.
feedmyinbox.com – RSS ફીડ્સ ને ઈમેઈલ માં મેળવવા માટે.
ge.tt – કોઈને જલ્દીથી કોઈ ફાઈલ મોકલવા માટે, અને ફાઈલ મેળવનાર વ્યક્તિ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકે છે.
pipebytes.com – ગમે તેટલી મોટી ફાઈલને થર્ડ પાર્ટી સર્વર વગર ટ્રાન્સફર કરવા માટે.
tinychat.com – સેકંડમાં પ્રાઇવેટ ચેટ રૂમ બનાવવા માટે.
privnote.com – એવી ટેક્ષ્ટ નોટ બનાવો કે જે વંચાઈ ગયા પછી જાતે જ ડીલીટ થઇ જાય.
boxoh.com – ગૂગલ મેપ પર કોઈપણ શિપમેન્ટ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે.
chipin.com – જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવેન્ટ અથવા કારણ માટે ફંડ ભેગું કરવાની જરૂર હોય ત્યારે.
downforeveryoneorjustme.com – તમારી ફેવરીટ વેબસાઈટ ઓફલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે.
ewhois.com – કોઈ વ્યક્તિની બેજી વેબસાઈટ છે કે નહિ તે જોવા માટે.
whoishostingthis.com – કોઈપણ વેબસાઈટ ક્યાં હોસ્ટ થઇ છે તે જાણવા માટે.
google.com/history – ગૂગલ માં કઈક સર્ચ કર્યું હતું પણ હવે યાદ નથી? તો આ ચેક કરો…
aviary.com/myna – ઓનલાઈન ઓડીઓ એડિટર, રિમિક્ષ કે રેકોર્ડ કરવા માટે..
disposablewebpage.com – ટેમ્પરરી વેબપેજ બનાવવા માટે કે જે કામ પૂરું થતા જાતે જ ડીલીટ થઇ જાય.
urbandictionary.com – અશિષ્ટ કે અનૌપચારિક શબ્દો ની વ્યાખ્યા જોવા માટે..
seatguru.com – તમારી ફ્લાઈટ ની સીટ બુક કરાવતા પહેલા આ વેબસાઈટ ને કન્સલ્ટ કરો.
sxc.hu – ફ્રી સ્ટોક ઈમેજીસ ડાઉનલોડ કરવા માટે..
zoom.it – હાઈ રીઝોલ્યુશન વળી ઈમેજ ને તમારા બ્રાઉઝરમાં જ સ્ક્રોલ કાર્ય વગર જ જોવા માટે.
scribblemaps.com – કસ્ટમ ગૂગલ મેપ સરળતાથી બનાવવા માટે.
alertful.com – મહત્વની ઇવેન્ટ માટે ઈમેઈલ રીમાઇન્ડર મુકવા માટે.
picmonkey.com – વધારે સાટું ઈમેજ એડિટર.
formspring.me – પર્સનલ પ્રશ્નો ના સવાલ જવાબ માટે..
sumopaint.com – લેયર બેઝ્ડ ઓનલાઈન ઈમેજ એડિટર.
snopes.com – તમને જયારે ઈમેઈલ મારફતે કોઈ ઓફર થઇ હોય તો એ ફ્રોડ કે સ્કેમ તો નથી ને તે ચેક કરવા માટે..
typingweb.com – ટાઇપ પ્રેક્ટીસ માટે..
mailvu.com – તમારા વેબ કેમ થી વિડીઓ ઈમેઈલ મોકલવા માટે..
timerime.com – ઓડીઓ, વિડીઓ, કે ઈમેજ થી ટાઇમલાઈન બનાવવા માટે.
stupeflix.com – તમારા ફોટા, ઓડીઓ અને વિડીઓ કલીપનું મુવી બનાવો.
safeweb.norton.com – કોઈપણ વેબસાઈટ ની વિશ્વસનીયતા એટલેકે તે કેટલી સેફ છે તે ચકાસો.
teuxdeux.com – સુંદર કેલેન્ડર જેવી ટુ-ડુ એપ્લીકેશન બનાવો.
deadurl.com – જયારે તમારી બુકમાર્ક કરેલા વેબપેજ ડીલીટ થઈજાય ત્યારે તમને આની જરૂર પડશે.
minutes.io – મીટીંગમાં મહત્વની નોટ્સ કેપ્ચર કરવા માટે.
youtube.com/leanback – યુટ્યુબની ચેનલ ટીવી મોડ માં જોવા માટે.
youtube.com/disco – તમારા ફેવરીટ આર્ટીસ્ટ ના વિડીઓ નું પ્લેલીસ્ટ બનાવવા માટે.
talltweets.com – ૧૪૦ કરવા વધારે અક્ષરની ટ્વીટ મોકલવા માટે…
pancake.io – તમારા ડ્રોપબોક્ષ એકાઉંટ થી ફ્રી અને સરળ વેબસાઈટ બનાવો.
builtwith.com – કોઈપણ વેબસાઈટમાં કઈ ટેકનોલોજી વાપરી છે તે જાણવા માટે.
woorank.com – SEO ના હેતુ થી કોઈ પણ વેબસાઈટનું રીસર્ચ કરવા માટે.
mixlr.com – ઓનલાઈન ઓડીઓ બ્રોડકાસ્ટ કરવા માટે.
radbox.me – ઓનલાઈન વિડીઓને બુકમાર્ક કરી અને પછીથી જોવા માટે.
tagmydoc.com – તમારા ડોક્યુમેન્ટ્સ અને પ્રેઝન્ટેશન માં QR કોડ મુકવા માટે.
notes.io – વેબ બ્રાઉઝરમાં ટેક્ષ્ટ નોટ મુકવાનો સૌથી આસાન રસ્તો.
sendanonymousemail.net – નાનામો ઈમેઈલ મોકલવા માટે.
fiverr.com – ૫$ માં લોકો પાસેથી નાના નાના કામ કરાવવા માટે.
otixo.com – ડ્રોપબોક્ષ, ગૂગલ ડોક્સ વગેરે પર રહેલી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મેનેજ કરવા માટે.
ifttt.com – તમારા દરેક ઓનલાઈન એકાઉંટ ની વચ્ચે કનેક્શન કરવા માટે.
xuix.com – દસ લાખ કરતા પણ વધારે સોફ્ટવેર
મંગળવાર, 9 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
સોમવાર, 8 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
રવિવાર, 7 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
શનિવાર, 6 એપ્રિલ, 2013
પૃથ્વીથી સૂર્યની દુરી અને હનુમાન ચાલીસા...
આજનો સુવિચાર...!!!
આજનો સુવિચાર...!!!
શુક્રવાર, 5 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
ગુરુવાર, 4 એપ્રિલ, 2013
આજનો સુવિચાર...!!!
બુધવાર, 3 એપ્રિલ, 2013
નવરાત્રિ...
નવરાત્રિ શરું થઇ એટલે આપણે બધા રાસ-ગરબા રમવા જશું… 
પણ રાસ રમતાં રમતાં, નવરાત્રિ ઉજવતાં ઉજવતાં આપણે આ પ્રશ્નો પણ વિચારવાં જોઇએ…
या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥
નવરાત્રિ નો તહેવાર શા માટે…?
નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસનાના દિવસો…
જગતમાં કોઇપણ સારી વાત તે સારી છે એટલે નથી ટકતી પરંતુ તેને સામથ્યૅથી ટકાવી પડે છે તે વાત યાદ કરવાના દિવસો…
જો ધર્મના મુલ્યો ટકાવા હોય તો હાથ જોડી બેસી રહે નહી ચાલે.પણ શક્તિની ઉપાસના કરવી પડશે તે યાદ કરવાના દિવસો…
આજે ભારત થોડુ નિર્બળ થયેલુ છે કેમકે ભારત વેદ અને મહાભારતમાં બતાવેલી શક્તિ ઉપાસનાને ભુલી ગયું છે જયારે અમેરીકા,રશિયા,જર્મની જેવા દેશો શક્તિવધૅક વિચારોથી જ સમૃધ્ધ બન્યા છે…
નવરાત્રિમાં નવ દિવસ જ ગરબા કેમ રમવાના…?
જીવનમાં લક્ષ્મી,સરસ્વતિ અને શક્તિ આ ત્રણેય નુ મહત્વ છે…
તેથી ત્રણ દિવસ લક્ષ્મીની ઉપાસના, ત્રણ દિવસ સરસ્વતિની ઉપાસના, ત્રણ દિવસ શક્તિની ઉપાસના…
આપણે નવરાત્રિ પર ગરબા રમીએ તો તે ગરબા ગોળ જ કેમ રમીએ…?
આપણે જ્યારે ગરબા રમીએ છીએ ત્યારે માતાજીને મધ્યમાં રાખીએ છીએ તે જ રીતે આપણા જીવનમાં પણ ભગવાન પ્રમુખસ્થાને હોવો જોઇએ…
આપણે કોઇપણ કામ કરીએ પણ જો તે કામ ના મધ્ય્માં ભગવાન હશે તો તે કામ પણ ભક્તિ બની જશે…
નવરાત્રિના તહેવારમાં ગરબો હોય છે, આ ગરબો શેનું પ્રતિક છે…?
ગરબામાં અંદર દીવો હોય છે આ દીવો ત્યાં સુધી જ પ્રકાશ આપે જ્યાં સુધી તેમાં તેલ હોય. જેવુ તેલ પુરું કે દીવાનો પ્રકાશ પુરો…
તેવું જ માનવ શરીરનું છે જયાં સુધી અંદર ભગવાન બેઠો છે ત્યાં સુધી જ તેનું મહત્વ છે…જેવો અંદરનો રામ ગયો કે “રામ બોલો ભાઇ રામ…”
MAN – GOD = ZERO આ વાત આપણને યાદ રહે તે માટે દીવો છે…
જો આ વિચારીને નવરાત્રિ ઉજવીએ તો સાચા અર્થમાં નવરાત્રિ ઉજવી કહેવાય…:)
આજનો સુવિચાર...!!!
મંગળવાર, 2 એપ્રિલ, 2013
દિલમાં છે ગુજરાત...
કોઇ શબ્દોજ નથી આ ગીત માટે તો…
જબ્બરદસ્ત…
ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ
ત્રણ ઉત્તમ લક્ષ્યનો મજાનો પ્રેરણાસ્તોત્ર !!
કેસરી રંગ :
======
જે ‘શૌર્ય’ અને ‘શહાદતની’ પ્રેરણા પૂરી પાડે છે. ભારતીય ઇતિહાસ પ્રમાણે જયારે પરદેશીયો આક્રમણ કરતા ત્યારે રાજપૂત રાજાઓ કેસરિયા વસ્ત્રો પરિધાન કરીને રણભૂમિમાં ‘યા હોમ’ કરીને ઝંપલાવીને વિરમૃત્યું પામતા. ત્યારે આજના મોજમજા અને એશ-આરામમાં મહાલતી યુવાપેઢીની ફરજ છે કે અવસર આવે ત્યારે રાષ્ટ્રરક્ષા-શીલ-સદાચાર-ધર્મ-સંસ્કૃતિ માટે આવું કેસરિયા કૌવત ખમીર દાખવે.
શ્વેત રંગ :
=====
જે ‘શાંતિમય સહઅસ્તિત્વ’ ની પ્રેરણા પૂરી પાડે છે. સહઅસ્તિત્વ-સુમેળમાં તાકાત વૃદ્ધી પામે છે, જે દેશની એકતામાં વધારો કરે છે.
લીલો રંગ :
=====
જે લીલાછમ-પ્રસન્ન-આનંદિત રેહવાની પ્રેરણા પૂરી પાડે છે. આજના અતિ વ્યસ્ત અને ‘સ્ટ્રેસ’ સભર યુગની સૌથી મોટી સમસ્યામાં આપણને પ્રસન્નતા ધરવાનો સંદેશ લીલો રંગ આપે છે.
એક સાચા ભારતીય તરીકે ઉપરના ત્રણેય રંગે આપણે સૌ રંગાઈએ એવી પ્રભુને પ્રાર્થના છે.
જય હિંદ…!! વંદે માતરમ…!!
આજનો સુવિચાર....!!!
સોમવાર, 1 એપ્રિલ, 2013
આજનો સુવિચાર....
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)










































