|| ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ || ૐ નામો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા || ૐ અંજનિસુતાય વિદૂમહે વાયુપુત્રાય ધીમાહી તન્નો મારુતિ: પ્રચોદયાત્ ||

શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013

જાણવા જેવું શાશ્વત સત્ય !


થોડો આધ્યાત્મિક ડોઝ. થોડું અઘરું છે, પણ નવું અને જાણવા જેવું શાશ્વત સત્ય ! 

શું તમે જાણો છો કે માનવીના ત્રણ શરીર હોય છે!

૧. સ્થૂળ શરીર 
૨. સુક્ષ્મ શરીર
૩. કારણ શરીર

૧. સ્થૂળ શરીર :
=========

स्थूल सूक्ष्म कारण शरीरात् वतिरिक्तः पञच कोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानन्दस्वरूपः यः तिष्टति सः आत्मा |

સ્થુળ શરીર એ છે કે જે નારી આંખે જોઈએ શકાય છે, જે પંચ મહાભૂત નું બનેલું છે, અને મૃત્ય વખતે એમાં જ ભળી જાય છે: આકાશ, અગ્નિ, પાણી, વાયુ અને પૃથ્વી. શરીર જાડુ છે, પાતળું છે, ઊંચું છે અને નીચું છે, તમે નહિ કારણ કે આત્મા એ શરીર નથી.

૨. સુક્ષ્મ શરીર :
==========

સુક્ષ્મ શરીરની વ્યાખ્યા કરી છે:

अपञ्चीकृत पञ्चमहाभीतैः कृतम सत्कर्मजातं सुख दुख भोग आदि साधनं प्ञ्च ज्ञानेन्द्रियाणि पञ्च कर्मेन्द्रियाणि पञ्च प्राणादयः मनश्च बुद्धिः च एक एवं सप् दशा कलाभिः सह यत् तिष्ठति तत् सूक्ष्म शरीरं|

સુક્ષ્મ શરીર તમારી પસંદના પસંદ નક્કી કરે છે. તમને લાડુ પસંદ છે? જવાબ જે પણ હોય એ તમારું સુક્ષ્મ શરીર નક્કી કરે છે. આ શરીર પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેદ્રિય , પાંચ પ્રાણ : મન અને બુદ્ધિ નું બનેલ છે. આજ આપણ ને આ માયાવી જગત નો અનુભવ કરાવે છે. પરંતુ એ આપને અનુભવ કરવાના સાધન માત્ર છે, સાધન આત્મા ના હોઈએ શકે.

૩. કારણ શરીર :
-=========

कारण शरीरं किम्?अनिर्वाच्य अनादि अविद्या रूपं शरीर द्वयस्य कारण मात्रं सत्स्वरूप अज्ञानं निर्विकल्पकरूपं यत् अस्ति तत कारणशरीरम्|

કારણ શરીર એ અવિદ્યા નું મૂળભૂત કારણ છે અને અવિધા ને અનાદી કહી છે. કારણ શરીર એ વાસના નું બનેલ છે અને કારણ શરીર સુક્ષ્મ અને સ્થુળ શરીર ને આકાર આપે છે પરંતુ એનું વર્ણન કરવું મુશ્કેલ છે એટલે કારણ શરીર ને અનિર્વચનીય કહે છે. જેમ વૃક્ષ ના મૂળ,પાંદડા અને ફળ માં બીજ શોધવું મુશ્કેલ છે તેવી જ રીતે કારણ શરીર વ્યાખ્યા માં બાંધવું મુશ્કેલ છે. કારણ શરીર જ બધા અનુભવો ની છાપ ભેગી કરે છે જે જીવાત્મા જોડે જન્મો જન્મ ગતિ કરે છે એક યોની માંથી બીજી યોની માં અને આ સંસાર નો ગરબો ચાલ્યા જ કરે છે ગોળ ગોળ જન્મો જનમ સુધી.

તત્વબોધ : આદિ શંકરાચાર્ય

સૌજન્ય : વૈદિક દર્શન